ધોરણ-11માં ભણતા 18 વર્ષના યુવકે પિતાના કારણે પોતાનો જીવ ટૂંકાવી લીધું, બહેનના ઘરે જાઉં છું તેમ કહીને યુવક ઘરે થી નીકળ્યો હતો…

Published on: 4:49 pm, Thu, 19 May 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ઇટાવામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 18 વર્ષના આકાશ નામના યુવકનો મૃતદેહ ત્રણ દિવસ પહેલા જંગલમાંથી મળી આવ્યું હતું આ ઘટના બન્યા બાદ પરિવાર અને ગામના લોકોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે યુવકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. આ ઉપરાંત સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.

15 મેના રોજ સાંજે આકાશ બહેનના ઘરે જઉં છું, તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. પરંતુ મોડી રાત થઈ ગઈ છતાં પણ આકાશ પોતાની બહેનના ઘરે પહોંચ્યો ન હતો. તેથી પરિવારજનોએ બીજા દિવસે સોમવારના રોજ જંગલમાં આકાશની શોધખોળ શરૂ કરી.

અને મંગળવારના રોજ સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ આકાશનું મૃતદેહ ગામના નજીકના જંગલમાં આવેલા મંદિર પાસેના બાવળિયાના ઝાડની નીચે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બન્યા બાદ ગામના લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી અને આકાશને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, આકાશને તેના પિતાએ ભેંસનું દૂધ કાઢવાની બાબત પર ઠપકો આપ્યો હતો. જેના કારણે આકાશે આ પગલું ભર્યું હશે તેવું જાણવા મળી રહ્યું છે.

આ ઘટના બનતા જ પરિવારને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આકાશે કયા કારણોસર આ પગલું ભર્યું તેનું હજુ કોઈ પણ કારણ જાણી શકાયું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધોરણ-11માં ભણતા 18 વર્ષના યુવકે પિતાના કારણે પોતાનો જીવ ટૂંકાવી લીધું, બહેનના ઘરે જાઉં છું તેમ કહીને યુવક ઘરે થી નીકળ્યો હતો…"

Leave a comment

Your email address will not be published.


*