મિત્રો સાથે કેનાલની પાળી ઉપર પતંગ ચગાવવા ગયેલો એક 18 વર્ષનો કિશોર કેનાલમાં ખાબકયો, કિશોરનું મૃત્યુ…

ભચાઉ તાલુકામાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના ચોબારી ગામ નજીક મિત્ર સાથે કેનાલની પાળી ઉપર પતંગ ચગાવવા ગયેલો કિશોર કેનાલની અંદર પડી જતા પાણીમાં ડૂબી ગયો અને તેના કારણે તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટના ગઇકાલે સાંજના સમયે બની હતી. ગઈકાલે સાંજે પ્રાથમિક ધોરણમાં અભ્યાસ કરતો ભોલો મનજી લુહાર નામનો 18 વર્ષનો કિશોર શાળાએ રજા પાડયા બાદ ઘરેથી કહીને નીકળ્યો હતો કે પોતાના મિત્રો સાથે પતંગ ચગાવવા જાઉં છું.

જ્યારે ભોલો 7 વાગ્યા સુધી ઘર તરફ ફર્યો ત્યારે પરિવારજનોએ અને ગામના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈને પણ તેનો પત્તો લાગ્યો નહોતો.

ત્યાર બાદ પરિવારજનોએ અંતે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો કિશોર છેલ્લે તેની ઉંમરના મિત્રો સાથે કેનાલ પતંગ ચગાવતો જોવા મળ્યો હતો.

મિત્રની પૂછપરછમાં મિત્રએ કહ્યું કે મોડી રાત્રે તેનો સાથી મિત્ર કેનાલની પાળી પરથી લપસીને પાણીમાં પડી ગયો હતો. બાળક કેનાલમાં પડી ગયો છે તેવી જાણ થતાં સુધારાઈની બચાવ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

અને ત્યારબાદ કેનાલમાં બાળકની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આજે બપોરે બે વાગે બાળકનો મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*