ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના વડોદરામાંથી સામે આવી રહે છે. આ ઘટનામાં વડોદરાની એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના જીઓલોજી ડિપાર્ટમેન્ટના બીજા વર્ષમાં અભ્યાસ કરતા દીપ ચૌધરી નામના 18 વર્ષના યુવકને હસતા હસતા હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું.
દીપને જ્યારે હાર્ટ એટેક આવ્યો ત્યારે તે પોતાના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો. આ ઘટના બનતા જ દીપના મિત્રો તાત્કાલિક દીપને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં દીપે પોતાના મિત્રના ખોળામાં અંતિમ શ્વાસ લીધો હતો. આ ઘટનાની માહિતી મળતા જ દીપ ના પરિવારજનો અને મિત્ર મંડળમાં માતમ છવાઈ ગયો હતો.
પિતાનું સપનું હતું કે તેમનો દીકરો વિદેશમાં ભણવા જાય. આ ઘટના બનતા જ પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે. મૃત્યુ પામેલો દીપ શ્યામલાલ ચૌધરી મૂળ પાટણનો રહેવાસી હતો. દીપ વડોદરા ની એમએસ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીના જીઓલોજી વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે રાત્રે દીપ પોતાના મિત્રો સાથે છોલે ભટુરે ખાઈને હોસ્ટેલમાં રહેતા પોતાના મિત્રને મળવા માટે ગયો હતો.
અહીં હોસ્ટેલમાં પોતાના મિત્રો સાથે હસી મજાક કરી રહ્યો હતો અને તે ખૂબ જ ખુશ હતો. દીપ જ્યારે હસતો હોય છે ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો પડ્યો હતો અને તે જમીન પર ઢળી પડ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો દીપનો રસ્તામાં જ મોત થઈ ગયું હતું. ત્યારબાદ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પણ દીપને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાની જાણ થતા જ દીપના પિતા સહિત અન્ય પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે દીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુમાં તપાસ શરૂ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment