આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી વિદ્યાર્થીઓ નાની નાની બાબતમાં પોતાનો જીવ ટૂંકાવી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક 18 વર્ષના વિદ્યાર્થી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી મુજબ ઇન્દોરના એરોડ્રોમ વિસ્તારમાં મહેતા 18 વર્ષના એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
જેનું કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીને તેની 16 વર્ષની ફેસબુક ફ્રેન્ડ દબાણ આપતી હતી. આ સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોનો આરોપ છે કે, તેની ફેસબુક ફ્રેન્ડ અમારા દીકરાને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. જેના કારણે અમારા દીકરા એ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે આવી હતી. મૃત્યુ પામેલા વિદ્યાર્થીના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
મળતી માહિતી અનુસાર એરોડ્રોમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૃષ્ણ કોલોનીમાં રહેતા 18 વર્ષીય સૂર્યાંશ પરાશરે રવિવારના રોજ મોડી રાત્રે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મૃત્યુ પામેલો સૂર્યાંશ બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
તેના પિતા એક પંડિત તરીકે કામ કરે છે. સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોનું જણાવ્યું છે કે, લોકડાઉન દરમિયાન સૂર્યાંશને ફેસબૂકમાં એક 16 વર્ષની યુવતી સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થવા લાગી અને બંને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. ત્યારબાદ યુવતીએ સૂર્યાંશે પર લગ્ન કરવા માટેનું દબાણ શરૂ કર્યું હતું.
પરિવારજનોનું જણાવ્યું છે કે, તમારો દીકરો તે યુવતીને ત્યારે મળ્યો જ નથી. સૂર્યાંશ ફેસબુક ફ્રેન્ડ છોકરી સાથે ખાલી ફોન પર વાતચીત કરતો હતો. પરિવારજનોનું કહેવું છે કે, યુવતી ધીરે ધીરે સૂર્યાંશ પર લગ્ન કરવા માટેનું દબાણ શરૂ કર્યું હતું.
જેના કારણે સૂર્યાંશ ગભરાઈ ગયો હતો. યુવતીના લગ્ન કરવાના દબાણના કારણે સૂર્યાંશ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, તેવું પરિવારજનોનું કહેવું છે. પરિવારજનોને પહેલા કોઈપણ પ્રકારની જ હતી નહીં. પરંતુ સૂર્યાંશના મૃત્યુ બાદ પરિવારજનોને સૂર્યાંશના મિત્રો પાસેથી આ વાતની જાણ થઈ હતી. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. ઉપરાંત પોલીસે સૂર્યાંશનો મોબાઈલ પણ જપ્ત કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment