આપણે સૌ કોઈ લોકોએ અંગદાનના ઘણા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર સાંભળ્યા હશે. ઉપરાંત ઘણી વખત યુવતીઓ કેન્સર પીડી મહિલાઓ માટે પોતાના વાળનું દાન કરતી હોય છે. ત્યારે તેઓ જયક કિસ્સો વડોદરામાંથી સામે આવી રહ્યો છે.
અહીં માત્ર 11 વર્ષની દીકરીએ પોતાના વાળનું દાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો કોઈપણને કેન્સરની બીમારી થાય એટલે તેને પોતાના વાળ ગુમાવવા પડે છે. ખાસ કરીને જ્યારે મહિલાઓને પોતાના વાળ ગુમાવવા પડે ત્યારે તેમને ખૂબ જ દુઃખ લાગતું હોય છે.
ત્યારે આવી મહિલાઓનું દુઃખ દૂર કરવા માટે ઘણી બધી હેર ડોનેટ સંસ્થાઓ ચાલે છે. ઘણી એવી યુવતીઓ છે જેવો હેર ડોનેટ સંસ્થાનો સંપર્ક કરીને પોતાના વાળનું દાન કરતી હોય છે અને એક ખૂબ જ સુંદર સેવાનું કામ કરતી હોય છે.
ત્યારે આજે આપણે વડોદરાના માંજલપુરમાં રહેતી 11 વર્ષની એક દીકરી વિશે વાત કરવાના છીએ. આ દીકરી એ કેન્સર પડી મહિલાઓનું દુઃખ દૂર કરવા માટે પોતાના કીમતી વાળ ડોનેટ કર્યા છે. ધોરણ છ માં ભણતી માત્ર 11 વર્ષની આદ્યા શ્રીવાસ્તવ નામની દીકરીએ પોતાના 18 ઇંચ લાંબા વાળનું દાન કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ જ દીકરીની ચર્ચાઓ ચાલી રહી છે અને લોકો દીકરીના આ કામના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. દીકરીના પિતાએ કહ્યું કે, મારી દીકરી એ પોતાના કીમતી વાળો ડોનેટ કર્યા છે જેનું મને ખૂબ જ ગર્વ છે. મિત્રો આ દીકરી માટે એક લાઈક તો જરૂર કરજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment