હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક તળાવમાંથી 11 વર્ષના બાળકનું મૃતદેહ મળી આવ્યું છે. બાળકનું મૃતદેહ મળતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બાળક ઘરની બહાર રમવા માટે નીકળ્યો હતો.
પછી લાંબો સમય થઈ ગયો છતાં પણ બાળક ઘરે પરત આવ્યો નહીં. ત્યારબાદ પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને બાળકના ગુમ થયાના એક દિવસ બાદ તેનું મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું છે. આ ઘટના છત્તીસગઢ માંથી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો 11 વર્ષનો બાળક ધોરણ-6 માં અભ્યાસ કરતો હતો. એક જુલાઈ ના રોજ એટલે કે શનિવારના સાંજના સમયે બાળક પોતાના ઘરની બહાર રમવા માટે નીકળ્યો હતો. મોદી સાંજ થઈ ગઈ છતાં પણ બાળક ઘરે આવ્યો નહીં.
જેથી પરિવારના સભ્યોએ પોતાના દીકરાની શોધખોળ શરૂ કરી દીધી હતી. દીકરા નો કોઈપણ પ્રકારનો પતો લાગ્યો નહીં, તેથી આ ઘટનાની જાણ પરિવારના સભ્યોએ પોલીસને કરી હતી. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ કેટલાક લોકો ગામના તળાવ પાસે પહોંચ્યા હતા.
આ દરમિયાન તે લોકોએ તળાવમાં બાળકનું મૃતદેહ તરતું જોયું હતું, પછી ઘટનાની જાણ તાત્કાલિક બાળકોના પરિવારજનોને કરી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બાળકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું
અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકને મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. બાળક સાથે શું થયું હાલમાં તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment