ભાવનગરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં આવાસ યોજનાની સાઈડના ખાડામાં ડૂબી જવાના કારણે 11 વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. આ દર્દનાક ઘટના ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં બની હતી. ભરતનગર વિસ્તારમાં જીએમડીસી રોડ પાસે આવેલી તખ્તેશ્વર રેસિડેન્સીમાં રહેતા હીરાનંદભાઈ માલવાણીના પુત્ર ક્રિશનું કરૂણ મૃત્યુ થયું છે.
ક્રિશ પોતાના ત્રણ થી ચાર મિત્રો સાથે વરસાદમાં ભરતનગર અર્બન પોલીસ સ્ટેશન પાસે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઇડ પાસે પાણીથી ભરેલા ખાડામાં નાહવા ગયો હતો. અહીં રમતા રમતા ક્રિશ ઉંડા પાણીમાં ડૂબી જાય છે. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થાય છે.
આ ઘટના બનતા જ તેના મિત્રો ખુબજ ડરી જાય છે અને આજુબાજુના લોકોને ઘટનાસ્થળે બોલાવે છે. ત્યારે બીજી બાજુ ક્રિશના પરિવારના લોકો તેને શોધતા-શોધતા ઘટનાસ્થળે પહોંચી આવે છે. ખાડાની બહાર ક્રિશના ચંપલ પડેલા હતા.ચંપલ ને જોઈને સ્થાનિક લોકોએ ખાડાની અંદર તપાસ કરી હતી.
ત્યારબાદ સ્થાનિક લોકોએ ક્રિશને પાણીમાંથી બહાર કાઢીને 108ની મદદથી સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે 11 વર્ષના ક્રિશને 7.16 કલાકે મૃત જાહેર કર્યો હતો. દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થતા માલવાણી પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મૃત્યુ પામેલા દીકરાના પિતા હીરાનંદભાઈ જીએમડીસી વિસ્તારમાં આવેલી એવન બેકરીમાં કામ કરતા હતા.
તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ત્યારે આ દુર્ઘટનામાં દીકરાનો કરુણ મૃત્યુ નીપજ્યું છે. એકના એક દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment