પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના ત્રણ તબક્કામાં પૂર્ણ થઈ ચૂકયા છે. ભાજપ સતત રાજ્યમાં મોટી જીતના દાવાઓ કરી રહ્યું છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપ પર મોટા પ્રહાર કરી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે મોટો દાવો કર્યો છે.
ખાનગી ચેનલના ઇન્ટરવ્યુ દરમ્યાન તેમને કહ્યું કે, પાર્ટી રાજ્યમાં 2017 માં ઉત્તર પ્રદેશમાં થયેલી જીત કરતાં પણ મોટી જીત મેળવશે.જકે તેઓએ કહ્યું કે.
નાગરિકતા સંશોધન કાયદા અને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર થી વધુ કોરોનાવાયરસ ને પ્રાથમિકતા આપવાની વાત કરી છે. ભાજપ અને ખાસ કરીને અમિત શાહ બંગાળના ગત વર્ષથી ખૂબ જ સક્રિય છે.
ભાજપના રાષ્ટ્રીય જગત પ્રકાશ નડ્ડા સતત રાજ્યમાં રેલીઓ અને પ્રવાસો કરી રહ્યા છે. અમિત શાહે શરૂઆતમાં જ બંગાળમાં 200+ બેઠકનો દાવો કર્યો હતો.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન તેમને બંગાળ ના માહોલ ને લઈને સવાલ કર્યા, તો તેમને જણાવ્યું કે, રાજ્યના લોકો બદલાવ માટે તૈયાર છે.
અને આ જીત 2017 માં થયેલી ઉત્તર પ્રદેશની જીત કરતાં પણ મોટી જીત સાબિત થશે. જોકે તેણે હજુ સુધી રાજ્યના મુખ્યમંત્રી ઉમેદવાર ને લઈને પણ જાહેરાત કરી નથી.
તેમણે જણાવ્યું કે પાર્ટી હજુ સુધી મુખ્યમંત્રી નો ચહેરો નક્કી કર્યો નથી. ખાસ વાત એ છે કે ગત ચૂંટણીને જોતા ભાજપને બંગાળમાં ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શનની આશા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment