ગુજરાત રાજ્યમાં એક તરફ કોરોના સંક્રમણ ની ચિંતા વધારી છે તો બીજી તરફ કોરોના ને લઈને રાજકીય ધમાસાન મચ્યું છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી.તેઓએ ત્યાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટે તે માટે સરકાર કાર્યરત છે.
કોંગ્રેસ રાજ્યકીય આક્ષેપબાજી કરે છે અને પ્રજાને ગેરમાર્ગે દોરે છે. સાથે જ તેમને કહ્યું હતું કે,કોરોના નું સંક્રમણ અટકે તે માટે જરૂરી માર્ગદર્શિકા મુદ્દે રાજ્યનું તંત્ર કાર્યરત છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસ સરકાર પર આક્ષેપ કરતા.
પહેલા રાજસ્થાન અને પંજાબ ની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. ત્યારબાદ ગુજરાત સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવવા જોઈએ.પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે રાજ્યમાં 93 હજાર પથારી ઉપલબ્ધ છે તો એપ્રિલ માસમાં પાંચ લાખ remdesivir ઇન્જેક્શન પૂરા પાડવામાં આવ્યા છે
અને અમદાવાદના જીએમડીસી મેદાનમાં આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં DRDO ના સહયોગથી 900 બેડ ની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. રાજ્યમાં ઓક્સિજન સ્થિતિ મુદ્દે નિવેદન આપ્યું હતું.
કે ઓક્સિજન માટે સિનિયર અધિકારી મોનીટરીંગ કરી રહ્યા છે અને હાલ રાજ્યમાં 11 ઓકસીજન પ્લાન્ટ તૈયાર થઈ રહ્યા છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે હાલની વ્યવસ્થામાં મારી દ્રષ્ટિએ સારી છે અને ધારાસભ્યો મેડિકલ માં વપરાતા સાધનો માટે ગ્રાન્ટ આપી શકશે.
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોનાવાયરસ ના નવા કેસના આંકડાઓની ગતિ મા ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે રાજ્યમાં 14340 કેસ સામે આવ્યા હતા જ્યારે આજે 14352 કેસ સામે આવ્યા છે.
અગાઉ આ જ મહિનામાં કોરોનાવાયરસ ના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment