કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્યના ખેડૂતોને લઇને આવ્યા મોટા રાહતના સમાચાર.

Published on: 9:39 pm, Wed, 30 December 20

ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે અનેક નિર્ણય કર્યા છે જેના ભાગરૂપે ખેડૂતોને દિવસે વીજળી આપવાની હિમાયત હતી તે હવે પરિપૂર્ણ થઈ ગઈ છે તેવું સૌરભ પટેલે જણાવ્યું હતું.રાજ્ય સરકારે ખેડૂતોને કિશાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે જોઈ આપવા માટે 3500 કરોડ ની યોજનાનો સુભારમ દેશના પ્રધાનમંત્રી મોદી દ્વારા 24મી ઓક્ટોબરના રોજ જુનાગઢ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ અને સોમનાથ જિલ્લાના 1055 ગામડાઓને આવરી લઇ 1 લાખ દિવસે વીજળી પૂરી પાડવાનું તેનું આયોજન છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ના ખેડૂતો માટેની મહત્વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કાનો શુભારંભ કરવામાં આવશે. તે અનુસાર મુખ્યમંત્રી રૂપાણી 3 જાન્યુઆરી 2021 ના રોજ સોમનાથ જિલ્લાના ઉના ખાતે,5 મી જાન્યુઆરીના રોજ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે, 7 મી જાન્યુઆરીના રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે, 9 જાન્યુઆરીના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ઉપસ્થિત રહી શુભારંભ કરવામાં આવશે.

ખેડૂતો માટે મહત્વકાંક્ષી અને રાહતના સમાચાર સૌરભ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે.બીજા તબક્કામાં રાજ્યના 30 જિલ્લાના 150 તાલુકાના 2409 ગામડાના અંદાજે 1.90 લાખ ખેડૂતોને આવરી લઇ દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના 6 જિલ્લાઓ અને.

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના 12 જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 6 જિલ્લાઓ અને મધ્ય ગુજરાત વીજ કંપની ના 6 જિલ્લાઓને આવરી લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!