કોરોના મહામારી વચ્ચે અમદાવાદીઓ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર.

Published on: 4:27 pm, Sun, 17 January 21

અમદાવાદ થી કેવડીયા કોલોની સુધી સી પ્લેન મળ્યા બાદ અમદાવાદીઓને ફરી એકવાર મોટી સુવિધા મળવા જઇ રહી છે. હવે લોકોને બોટિંગ, વોટર સાયકલિંગ, સ્પીડ બોટ, સ્કૂટર,બે જણા બેસી શકે તેવી સાયકલ જેવી સુવિધા માટે કોઈ હિલસ્ટેશન પર જવું નહીં પડે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ લોકોને ફરવાનું ગમતી જગ્યા માંથી એક બનતી જાય છે. આ એક એવું સ્થળ છે જ્યાં તમને વહેલી સવારે પણ લોકો મજા માણતા દેખાશે અને સાંજે પણ ફરતા દેખાશે. અમદાવાદીઓને સાઇકલ ચલાવવાની પણ મજા પડી જાય છે.

પરંતુ ઘરેથી રિવરફ્રન્ટ સુધી અમદાવાદના ટ્રાફિકમાં સાયકલ ચલાવી જેને ગમતી હોય તેમના માટે એ.એમ.સી દ્વારા સાયકલ શેરીંગ પ્રોજેક્ટ પણ શરૂ કરાયો છે.રિવરફ્રન્ટ ખાતે અમદાવાદીઓ માટે અલગ-અલગ એક્ટિવિટી અને આકર્ષણમાં વધારો થશે.

અમદાવાદીઓના મનોરંજનમાં પણ આથી વધારો થશે જેથી કહી શકાય કે અમદાવાદીઓ માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટીંગ અને મોટરસાયકલિંગ શરૂ થશે

અને નવી સ્પીડ બોટ,સ્કૂટર તેમજ 2 લોકો બેસી શકે તેવી સાયકલ પણ લાવવામાં આવશે અને આપને જણાવી દઇએ કે થોડાક જ સમયમાં મનોરંજન શરૂ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે અમદાવાદીઓ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*