દેશમાં કોરોના ની બીજી લહેર ચાલી રહી છે અને સતત વધતા જતા કેસોની સંખ્યા એ સરકાર અને લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. હાલમાં ભારતે રસીકરણ મામલે સૌથી ઝડપી વેક્સિનેશન નો રેકોર્ડ નોંધાવ્યો છે.
અને આ મામલે ચીન અને અમેરિકા જેવા દેશોને પણ પાછળ પાડી દીધા છે.મહત્વનું છે કે રસીકરણ નું સૌથી મોટું અભિયાન ભારતમાં 16 જાન્યુઆરી 2021 ના રોજ શરૂ થયું હતું.
અને 10 કરોડ ડોઝ માત્ર 85 દિવસમાં આપી દેવામાં આવ્યા છે.આ આંકડો અમેરિકા અને ચીન જેવા દેશો કરતા પણ ઘણો વધારે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે તેના ટ્વીટ માં જણાવ્યું કે.
ભારતમાં માત્ર 10 કરોડથી વધુ રસી ના ડોઝ અપાઈ ગયા છે જ્યારે યુએસએ અને ચીન માં માત્ર 9.20 કરોડ અને 6.14 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
અહેવાલો મુજબ, કોરોના રસીકરણના 84માં દિવસે 8 વાગ્યા સુધી કુલ 32,16,949 રસી ડોઝ આપવામાં આવ્યા હતા.તેમાંથી 28,24,066 લાભાર્થીઓને રસી નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છ.
અને 3,92,883 આરોગ્ય કર્મચારીઓ અને ફંટલાઈન વર્કર્સને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.આ સાથે, દેશમાં આપવામાં આવતી.
કોરોના રસી ના કુલ ડોઝ ની સંખ્યા 9.78 કરોડને વટાવી ગઈ છે જે 10 એપ્રિલ શનિવારે 10 કરોડનો આંકડો પાર કરી ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment