ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા થોડાક દિવસથી વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરી છે અને આ સાથે તેમને ગુજરાતના આગામી સાત દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે પણ જણાવ્યું છે
ત્યારે અમદાવાદ વિભાગના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક આજે ગુજરાતમાં સાત દિવસ અંગેની આગાહી કરી છે જેમાં તેમને જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં પાંચ દિવસ ડ્રાય વેધર રહેશે જે બાદ છઠ્ઠા અને સાતમા દિવસે સામાન્ય વરસાદની શક્યતા છે અને આ સાથે સાથે તેમને જણાવ્યું કે
આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 35 થી 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ગુજરાતમાં મહત્તમ તાપમાન રાજકોટમાં 38.6 ડિગ્રી અને જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે.
વરસાદની આગાહી કરતા રામાશય યાદવ એ જણાવ્યું કે છઠ્ઠા દિવસે એટલે કે 10 એપ્રિલે દાહોદ છોટાઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા છે અને સાથે તેમને જણાવ્યું કે 11 એપ્રિલના રોજ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment