ભારતમાં સતત વધી રહેલા કોરોના કેસ ની વચ્ચે ઉત્તર દેશની પરિસ્થિતિ જાણવા પ્રધાનમંત્રી મોદી ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફોન લગાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની સાથે વાતચીત કરે હતી.
આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પણ કોરોના વાયરસ ને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો ની જાણકારી લીધી હતી. ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તા અનુસાર મુખ્યમંત્રી યોગી પ્રધાનમંત્રી ને જણાવ્યું કે
રાજ્યની સરકાર કોરોના વાઇરસને નિયંત્રિત કરવા માટે કટિબદ્ધ છે અને કામ કરી રહી છે. કોરોનાવાયરસ સામે લડવા માટે આઇસીયુ બેડ તથા ઓકસીજન માટે વ્યાપક રણનીતિ સાથે કામ કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી યોગી સાથે વાતચીતમાં રાજ્યમાં કરવામાં આવી રહેલા કોરોનાવાયરસ ના ટેસ્ટ વિશે જાણકારી માંગી હતી.
મુખ્યમંત્રી યોગી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે રાજ્યના જુદા જુદા જિલ્લા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. પોત પોતાના જિલ્લાઓમાં કોરોના ટેસ્ટ વધારવામાં આવે.
મુખ્યમંત્રી યોગી એ કહ્યું કે કેટલાક સ્વાર્થી તત્વો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે કે પ્રાઇવેટ પ્રયોગશાળા માં કોરોના ટેસ્ટ કરવામાં નથી આવતા, જોકે વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. આ આ સાથે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment