ગુજરાતના આર્મી જવાન માટે અમેરિકાએ બદલ્યો પોતાનો નિયમ, આ વ્યક્તિએ ડ્યુટી સાથે સ્વામિનારાયણ તિલક માંગ કરી હતી, પછી જે થયું…

ભારત એક ધાર્મિક દેશ છે અહીં દરેક માણસમાં ધર્મ પ્રત્યેની આસ્થા અને પ્રેમ જોવા મળે છે. અહીં તમામ દેવી-દેવતાઓ ની પરંપરાથી ઉજવવામાં આવે છે. એમાં પણ ગુજરાત વાસીઓ માટે તિલક કરવું ખૂબ જ મહત્વનું છે. અહીંના દરેક લોકો તિલક કરવાની ખૂબ જ શુભ માને છે. અને તેઓ માને છે કે તિલક કરવાથી કામો સારા નીવડે છે.

ત્યારે આવા જ એક કિસ્સા વિશે આપણે વાત કરવાના છીએ ગુજરાતનો એક યુવક વાયુસેનાનો જવાન બની ને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. પરંતુ ડ્યુટી દરમિયાન કપાળ પર તિલક કરવા પર પ્રતિબંધ હતો.  તે છેલ્લા બે વર્ષથી અમેરિકન બોર્ડ પાસે તિલક લગાવવાની મંજુરી માંગી રહ્યો હતો.

આ વાયુસેનાના જવાનનું નામ દર્શન શાહ છે. તેઓ મૂળ ગુજરાતના આ જવાન અમેરિકાના વ્યોમિંગમાં એક એર બેસ માં છે. દર્શન શાહનો પરિવાર મૂળ ગુજરાતનું છે. તેઓ વર્ષો પહેલા અમેરિકા સેટલ થયા હતા. તેમનું પરિવાર અમેરિકામાં મિનેસોટામાં રહે છે. દર્શન બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં યુ આકારનું તિલક ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પરંતુ ત્યાં હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર મનાતા તિલક કરવા પર મનાઈ છે. દર્શન શાહ છેલ્લા ઘણા સમયથી અમેરિકન વાયુસેના પાસેથી તિલક લગાવવા દેવાની મંજૂરી માંગી રહ્યો હતો. બે વર્ષ બાદ અમેરિકાએ તેના નિયમો બદલી નાખ્યા અને આ જવાન ને તિલક કરવાની મંજૂરી આપી છે. જે ખૂબ જ ગર્વની વાત કહેવાય.

ગુજરાતના જવાન માટે અમેરિકાએ પોતાના નિયમ બદલવા પડ્યા પરંતુ દર્શન શાહ નામનો આ જવાન પાછો ના પડ્યો અને સમગ્ર ગુજરાત વાસીઓ માટે તે ગૌરવ નું કારણ બન્યું છે. આપણા દેશના લોકો ભલે વિદેશમાં રહેવા જાય પરંતુ તેઓ આપણા દેશની સંસ્કૃતિ ભૂલતા નથી. હજુ પણ દેશના કેટલાક એવા લોકો છે જે વિદેશમાં આપણી દેશની સંસ્કૃતિની જેમ રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*