આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી આ લગ્ન પ્રસંગ ને ખૂબ જ ખાસ અને વિશિષ્ટ બનાવવા માટે દેશ વિદેશના તમામ આમંત્રિત મહેમાનો બિઝનેસમેન બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સુપર સ્ટાર ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અભિનેત્રી તથા ગુજરાતી કલાકારો સહિત તમામ સાધુ સંતો મહંતો ધર્મગુરુ આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બાદ 13 જુલાઈ 2024 ના રોજ નવદંપત્તિ માટે આશીર્વાદ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર સહિત તમામ વડીલો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ અનંત રાધિકાને લગ્ન જીવન માટે આશીર્વાદ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ 14 જુલાઈ રવિવારના રોજ રિસેપ્શન પાર્ટીનું ખૂબ જ શાનદાર રીતે આયોજન કર્યું હતું. પોતાના લગ્ન જીવનની શરૂઆતની વધારે ખાસ એને યાદગાર બનાવવા માટે અનંત અને રાધિકા જામનગર પહોંચ્યા હતા જ્યાં જામનગર વાસીઓ દ્વારા ઢોલ નગારા શરણાઈ સાથે પુષ્પ વર્ષા કરી ખૂબ જ ભવ્ય અંદાજમાં સ્વાગત કર્યું હતું.
View this post on Instagram
પરંતુ હાલમાં સમગ્ર અંબાણી પરિવાર પેરિસમાં પોતાના વેકેશનની મજા માણી રહ્યો છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. અનંત અને રાધિકા હાલમાં ઓલમ્પિક 2024 માં પેરિસ ખાતે જોવા મળ્યા હતા. આ કપલના અનેક વિડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં બંને લોકો ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે અનંત અને રાધિકા ઓલમ્પિક 2024 ના તમામ ખેલાડીઓને સપોર્ટ કરી તેમના આત્મવિશ્વાસ અને મનોબળ વધારતા જોવા મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે અંબાણી પરિવાર દેશ પ્રત્યે ખૂબ જ નિષ્ઠા ધરાવે છે આ કારણથી જ ભારત દેશના તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા અનન્ત રાધિકા સહિત સમગ્ર અંબાણી પરિવાર જોવા મળી રહ્યો છે.
આ સાથે જ અન્ય તસવીરો અને વીડિયોમાં અનંત અને રાધિકાનો રોમેન્ટિક અંદાજ પણ જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે નીતા અંબાણી ઓલમ્પિક કમિટીના સભ્ય છે જે તમામ ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે. આ કપલ ના લુકની વાત કરીએ તો અનંતે ડ્રોઈંગ શર્ટ પહેર્યો હતો જ્યારે રાધિકાએ ઓરેન્જ કલરનું શોર્ટ વન પીસ પહેર્યું છે. સમગ્ર અંબાણી પરિવાર ટૂંક સમયમાં અનંત અને રાધિકાના લગ્નની ઉજવણી કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.