ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે અનેક શહેરોમાં અને જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હાલમાં તો રાજ્યમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં શનિવાર સુધીમાં 215 તાલુકામાં જોરદાર વરસાદ પડ્યો છે. મળતી માહિતી અનુસાર 28 થી પણ વધારે તાલુકાઓમાં ચાર ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત 59 તાલુકામાં 2 ઈંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે. ઉપરાંત 106 તાલુકામાં 1 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં 11 થી 15 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
11 થી 15 જુલાઈ વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ, આગામી ચાર દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસશે.
આ ઉપરાંત હવામાન વિભાગે આજરોજ અમદાવાદમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અમદાવાદમાં રાત્રિના બે વાગ્યાથી છ વાગ્યા સુધી ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે.
તેથી અમદાવાદ વાસીઓને આજરોજ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આજે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment