ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ ખૂબ જ ઓછો થઈ ગયો છે. તેવામાં હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ નું નિવેદન સામે આવ્યું છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 9 જુલાઈ થી દક્ષિણ ગુજરાતમાં હળવાથી પડતો વરસાદ શરૂ થશે.
ઉપરાંત 11 અને 12 જુલાઈએ રાજ્યમાં અમુક વિસ્તારોમાં વરસાદ ખાબકશે. ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે. ઉપરાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 13 થી 20 જુલાઈએ રાજ્યભરમાં અતિવૃષ્ટિ થશે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 3 ઇંચ થી 15 ઇંચ વરસાદ ની સંભાવના છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.
આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડશે. ઉપરાંત અમદાવાદ, આણંદ અને વડોદરા જેવા શહેરોમાં ભારે વરસાદની સંભાવના રહેશે.
ઉપરાંત પાટણ સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર બનાસકાંઠા વગેરે માં ભારે વરસાદ પડશે. આ વર્ષે ગુજરાતમાં જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી એના કારણે ખેડૂતોને પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે.
ત્યારે ગુજરાતમાં વરસાદ ને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. હવે ફરી એક વખત બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા વરસાદની સંભાવના વધી ગઇ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment