ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 13 અને 14 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે જ્યારે કાળઝાળ ગરમી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આવનારા દિવસોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થવાની સંભાવના છે અને રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ થવાની ભીતી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર રાજ્યમાં 12 થી 15 એપ્રિલ સુધીમાં
પ્રીમોનસુન એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે માવઠું થશે અને આ જ દિવસો દરમિયાન વહેલી સવારે અને બપોર પછી પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. 18 તારીખે વેસ્ટન ડીસ્ટર્બન સર્જાશે અને 16 એપ્રિલથી
ગરમી પણ વધશે અને અમદાવાદ વડોદરા પંચમહાલ જુનાગઢ અમરેલી કચ્છ મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીની સંભાવના છે અને સરેરાશ ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment