મધ્યપ્રદેશમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યું છે અને આગામી 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક વાર ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે હાલની આ સિસ્ટમ 30 ઓગષ્ટ બાગ ધીમી પડશે પણ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ નિર્માણ થઇ રહી છે જેના કારણે 2 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે.
અમરેલી જિલ્લામાં 205 મીમી વરસાદ પડવાની શક્યતા છે. 29 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ઝડપ પ્રતિ કલાકે 33 કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 29 થી 31 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.
રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે આજે પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે 30મી ઓગસ્ટ બાદ વર્તમાન વરસાદી સિસ્ટમ ધીમી પડશે.