સાઇકલોનીક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ સાથે પ્રિમુન એક્ટિવિટીના કારણે અમુક ભાગોમાં વરસાદની શક્યતા છે પરંતુ એપ્રિલ મે મહિનામાં હવામાનમાં કેવા ફેરફાર આવશે તે અંગે પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.
હવામાનની નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યની જાણીતી ન્યુઝ ચેનલ ન્યુઝ 18 સાથે વાતચીત કરતા જણાવ્યું કે એક પછી એક વેસ્ટન ડીસ્ટર્બન્સ આવશે. 17 એપ્રિલ સુધી ગાજવીજ અને પવન સાથે બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે
અને દક્ષિણ ગુજરાત ના ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં અસર થશે.અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ઓમાન તરફ એક સિસ્ટમ સક્રિય થશે જે ભારત તરફ આવવાની શક્યતા છે જેના કારણે 18 થી 20 એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહેશે
જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે પ્રમોશન એક્ટિવિટીમાં આંધી વંટોળ સાથે અરબ દેશોમાંથી ધૂળની ડમરીઓ આવશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે
અને ભારે હલચલ પણ જોવા મળશે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા રહેશે. આ સાથે તેમને જણાવ્યું કે 17 થી 24 મે અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસુ સક્રિય થશે અને કેટલાક ભાગોમાં વરસાદ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment