મિત્રો હાલમાં તો શિયાળાની ઋતુ ચાલી રહી છે, પરંતુ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો વરસાદ પડી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરમાં ભૂષણ ચક્રાવાત ફુકાશે અને અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધશે.
વધુમાં અંબાલાલ પટેલે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અસર થશે અને તેના કારણે 20 ડિસેમ્બર સુધી રાજ્યમાં હવામાનમાં ફેરફાર રહેશે. આટલું જ નહીં પરંતુ અંબાલાલ પટેલે રાજ્યના વિવિધ ભાગોમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 14, 15 અને 16 તારીખના રોજ વિવિધ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પણ પડશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 7 ડિસેમ્બર સુધી કેટલાય જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે.
જેમાં પંચમહાલ, દાહોદ અને વડોદરામાં કમોસમી વરસાદ આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આટલું જ નહીં પરંતુ હવામાન વિભાગ એ પણ તાજેતરમાં રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે.
આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. હવે આગામી દિવસોમાં જ જોવાનું રહ્યું કે અંબાલાલ પટેલે કરેલી આગાહી કેટલી સાચી પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment