ભયંકર આગાહી..! ઑગસ્ટ મહિનામાં ભુક્કા બોલાવતા વરસાદ ને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી,મોટું સંકટ…

હાલ ગુજરાતમાં ચારેકોર ચોમાસાના સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા તથા ઘણા સ્થળો પર પૂર જેવી સ્થિતિના વાતાવરણ પણ જોવા મળ્યા હતા. આ વરસાદી માહોલ દરમિયાન હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે અનેક આગાહીઓ વ્યક્ત કરી છે.

પરંતુ તે પહેલા 28 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન પણ ગુજરાતના નાના-મોટા શહેરોમાં મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહીઓ પણ વ્યક્ત કરી હતી. ભારે વરસાદને પગલે ખેડૂત વર્ગમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.આથી જ અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ ખૂબ જ ચિંતાજનક હજુ વધુ એક આગાહી વ્યક્ત કરી છે.