રાજ્યમાં ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદને લઇને અંબાલાલ પટેલ ની મોટી આગાહી…

78

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર અને રાજકોટ માં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. ત્યારે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે.

રાજ્યમાં આગામી 15, 17 અને 22 તારીખના રોજ ઉત્તર-મધ્ય ગુજરાત ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગરમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ વર્ષે રાજ્યમાં ઓછો વરસાદ થવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

પરંતુ છેલ્લા બે દિવસ ભારે વરસાદના કારણે ખેડૂતો ચિંતા મુક્ત થયા છે. આવતાં અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા રાજ્યમાં આગામી સમયમાં સારો એવો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી સમયમાં ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છ માં સારો એવો વરસાદ ખાબકી શકે છે.

આ ઉપરાંત હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ભાદરવી પૂનમ અંબાજી ના મેળા વખતે પણ અંબાજી ના ડુંગરાળા વિસ્તારો અને અન્ય ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે છે.

ઉપરાંત હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં હજુ શુક્રવાર સુધી મધ્યથી ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત આવતીકાલે રાજકોટ શહેરમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા દ્વારકા અને જામનગર ને રેડ ઝોન જાહેર કરાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!