ગુજરાતમાં વરસાદ ને લઈને અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી, રાજ્યમાંથી હજુ વરસાદ…

ગુજરાતના છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં તો વરસાદ થઈ ગયો છે ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જ્યારે રાજ્યમાં આગામી સમયમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે.

હવામાન મિશ્રણ અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે અને વરસાદ પડવાની શક્યતાઓ છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ 15 ઓગસ્ટ બાદ હળવાથી ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા 18 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ રહેશે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 21 થી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના ભાગો મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાતો આંબાલાલ પટેલ નું જણાવ્યું છે કે આગામી દિવસોમાં ભારે વરસાદના કારણે વરસાદની ઘટ પૂરી થઈ શકે છે. આ ઉપરાંત 25 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વરસાદી માહોલ રહેશે. આગામી બે-ત્રણ દિવસમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું આવશે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*