ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રાજ્યમાં આ તારીખે વરસાદ ગાભા કાઢી નાખશે…

હાલ, ચાલી રહેલી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હવે તો ગુજરાતના લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર ઘણી બધી વખત હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા વરસાદને લઈને ઘણી બધી આગાહીઓ પણ કરવામાં આવી છે. તેવામાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત વિભાગ એવા અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી રહી છે કે, આવનારી 15 જૂનની આસપાસ ગુજરાતની અંદર ધમાકેદાર વરસાદની એન્ટ્રી થવાની છે.

ખાસ કરીને વાત કરીશું આ ભયંકર કાળઝાળ ગરમી વચ્ચે કઈ તારીખથી ચોમાસુ શરૂ થશે એની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં વાત કરીશું તો જૂન મહિનાના મધ્ય ભાગની અંદર લોકોની આતુરતાનો અંત છેવટે આવી જશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ગુજરાતની અંદર આવનારી 10 જૂન સુધીમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

અને દર વર્ષની કરતા આ વર્ષે સારો એવો વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ એ આગાહી કરતા જણાવ્યું છે કે, આવનારી 15 જૂનની આસપાસ ગુજરાતની અંદર વરસાદ શરૂ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. એવામાં આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ પડશે અને આવનારી 3 જુલાઈની આસપાસ ખૂબ જ સારો વરસાદ પડી શકે છે.

એટલું જ નહીં પરંતુ ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરવલ્લી ની અંદર ઘણા એવા સારા વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારો સોળસો કિમી લાંબો છે. ત્યારે ઘણા બધા વિસ્તારની અંદર 40 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે, જૂન મહિનાની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ પડવાની આશંકા સેવાઈ રહી છે અને જુલાઈ મહિનાની અંદર 12 ઇંચ તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનામાં આઠ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ત્યારે વાત કરીએ તો દર વર્ષ કરતા આ વર્ષે સારો એવો વરસાદ પડવાનો છે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.

ચોમાસાને લઈને અવારનવાર આગાહીઓ કરવામાં આવે છે. એવામાં ચોમાસુ રોહિણી નક્ષત્ર પરથી ખબર પડશે. આ વર્ષે 10 જૂનની આસપાસ ચોમાસાનું આગમન મુંબઈ ની અંદર થશે અને દક્ષિણ ભારતની અંદર આ વર્ષે ખૂબ જ સારો એવો વરસાદ રહેવાનો છે એવી શક્યતાઓ સેવાઇ રહી છે અને સુરતની અંદર આવનારી 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે તેવી પણ શક્યતાઓ રહેલી છે.

આ વર્ષે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયાની સાથે જ ચારથી પાંચ દિવસ પછી સમગ્ર રાજ્યના બીજા અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદ પડી શકે છે અને આ વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. હવામાન વિભાગના નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચોમાસું સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર થોડું મોડું આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે લોકો પર ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે્.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*