હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાનને લઈને આગાહી કરી છે અને મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે અને આપને જણાવી દઈએ કે આ આગાહી 26 એપ્રિલના રોજ સામે આવી હતી આપની સામે આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ
ત્યારે અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તુફાન સર્જાઈ શકે અને આગામી 10 થી 12 મેની આજુબાજુ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે.અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું કે
રાજ્યમાં 15 થી 17 જુનની આજુબાજુ નેઋત્યનું ચોમાસુ બેસી શકે છે અને અંદામાન નિકોબારમાં 17 થી 24 મેં વચ્ચે ચોમાસુ બેસી શકે છે ને ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચી શકે છે.
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર છે કારણ કે રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનું માર સહન કરવો પડશે અને કમો સમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે અને 30 એપ્રિલ સુધી બરબાદીનું માવઠું વરસી શકે છે
અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.અંબાલાલ પટેલ ના જણાવ્યા મુજબ સતત વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ આવી શકે છે અને ખેડૂતોના પાકમાં રોગનું પ્રમાણ પણ વધી શકે છે અને જેમાં કેરી શાકભાજી સહિતના બાગાયતી પાકને નુકસાન થવાની ભીતી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment