હાલમાં સમગ્ર ગુજરાતમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા તેવામાં સૌ કોઈ લોકો ચોમાસાની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલાં જ હવામાન વિભાગના નિષ્ણાંતો દ્વારા ચોમાસાની આગાહી કરવામાં આવી હતી જેમાં આવતો મહિનો એટલે કે જૂન મહિનાથી ચોમાસુ બેસી જવાનું છે.
ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે હાલ તો સ્વિમિંગ પૂલ કે નદીમાં સ્નાન કરીને ઠંડકનો અહેસાસ મેળવતા હોય છે. ત્યારે આવી કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગના અંબાલાલ પટેલ એ ચોમાસાને લઈને સૌથી મહત્વની વાત કરી હતી કે આ વર્ષે ગુજરાતની અંદર ખૂબ જ સારું એવું ચોમાસું રહેશે ત્યારે 15 જૂનની આસપાસ ગુજરાતની અંદર વરસાદ ખૂબ જ સારો થવાનો છે.
અને બીજી બાજુ રાજ્યની અંદર આવનારા મહિના 10 જૂન બાદ ચોમાસુ દસ્તક આપી શકે છે. તેવી પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે 15 જૂનથી આસપાસ ચોમાસુ શરૂ થવાનું છે અને 24મી તારીખે ની આસપાસ સમગ્ર રાજ્યમાં હળવો એવો વરસાદ પડી શકે છે.
ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર 20મીથી લઈને 6 જૂન સુધી પ્રિમોન્સુન કામગીરી પણ શરૂ થવાની છે. સાથે ચોમાસા પહેલાં જ સમગ્ર રાજ્યના પંથક પર હળવો એવો વરસાદ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે જ્યારે એ ઉપરાંત ઉત્તર અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતની અંદર 15 જૂન પહેલા જ વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ના ઘણા બધા વિસ્તારમાં વરસાદથી પહેલા જ ચક્રવાત આવી શકે છે આ ઉપરાંત હવામાન અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની અંદર આવનારી 10 તારીખની આસપાસ ચોમાસુ બેસી જવાનું છે વરસાદની શરૂઆત થવાની છે.
અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં શરૂઆતમાં હળવો એવો વરસાદ પડી શકે છે. વધુમાં જણાવીશ તો આ વખતે ચોમાસું અંદમાન નિકોબાર ની આસપાસ પહોંચી ચૂક્યો છે. જેને કારણે જૂન મહિનાના પ્રારંભે જ પ્રિમોન્સુન કામગીરી એક્ટિવ થવાની શક્યતાઓ વધી રહી છે, ત્યારે કેરળમાં પણ ચોમાસું વહેલું આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment