ગુજરાત રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને લોકોને બેવડી ઋતુનો અહેસાસ પણ થઈ રહ્યો છે ત્યારે વહેલી સવારે ઠંડા પવનના કારણે ઠંડીનો અહેસાસ થાય છે સાથે સાથે મહત્તમ તાપમાન ઊંચું હોવાના કારણે ગરમીનો અહેસાસ પણ થાય છે.
માર્ચ મહિનાની શરૂઆત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની થઈ છે અને હવામાન નિષ્ણાંત હનુમાન પ્રમાણે માર્ચમાં હનુમાન પ્રમાણે માર્ચમાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતની એક ખાસ ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે
હવામાનમાં પલટો આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન સહિત કચ્છ ઉત્તર ગુજરાતના ભાગો સુધી અસર જોવા મળી શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ઝાકળ વર્ષા અથવા હળવા વરસાદ થવાની શક્યતા રહેશે
અને પવનની ગતિ વધારે રહેશે.આ સાથે તેમને જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં પ્રતિ કલાકે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને કચ્છમાં 20 km ની ઝડપે પણ પવન ફૂંકા છે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં 15 થી 20 કિલોમીટરની ઝડપે અને 18 થી 21 માર્ચના ફરી એકવાર વેસ્ટન ડીસ્ટર્બન્સ આવશે અને મધ્ય ગુજરાત સુધી અસર થવાની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment