અલ્પેશ કથેરિયાએ કહ્યુ હતુ કે 12 પાટીદાર કોંગ્રેસ ના ઉમેદવારો ફોર્મ પાછા ખેંચશે પરંતુ ખેંચાયા…

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિએ 12 થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે તેવી જાહેરાત કરી છે. આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસ ના માત્ર બે ઉમેદવાર ફોર્મ પાછા ખેંચ્યા હતા પાસનો આ દાવો ખોટો પડ્યો છે.

સુરત મહાનગરપાલિકા ની ટિકિટ ફાળવણીમાં કોંગ્રેસે પાસે જેને ભલામણ કરી હતી તેમણે ટિકિટ ના ફાફડા ભડકો થયો હતો. પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યું ન હતું.

ત્યારબાદ પાસ ના અગ્રણી અલ્પેશ કથીરીયા એ 12 થી વધુ પાટીદાર ઉમેદવારો કોંગ્રેસમાંથી ફોર્મ પાછા ખેંચશે તેવી જાહેરાત કરી હતી.જોકે અલ્પેશ કથીરીયા નો આ દાવો પોકળ સાબિત થયો છે.

આજે વોર્ડ નંબર 3 ના જયોતિ સોજીત્રા અને કાનજી ભરવાડે ફોર્મ પાછા ખેંચ્યા છે જયારે બાકીના પાટીદાર ઉમેદવારો એ ચુંટણી લડવામાં મક્કમતા બતાવી છે.ઉમેદવારી પત્ર ભરવાના દિવસે પાસ કન્વીનર.

એ શેખી મારીને 12 થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે અને કોંગ્રેસના નેતાઓને વરાછા વિસ્તારમાં સભા કરવા માટે પણ પડકાર ફેંક્યો હતો.

જોકે અલ્પેશ કથીરીયા નો ફોર્મ પાછા ખેંચવાનો દાવો પોકળ સાબિત થયો છે હવે કોંગ્રેસના નેતાઓને સવાર કરવામાં મુદ્દે કરેલો પડકાર કેટલો સાચો સાબિત થાઈ તે આગામી સમય બતાદશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*