મિત્રો આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે મોટી મોટી નવરાત્રીના આયોજન થયા ન હતા. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતાં સુરતમાં અનેક જગ્યાએ નવરાત્રિના આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના મોટા વરાછામાં ગઈકાલે યોજાયેલી ખોડલધામ નવરાત્રીમાં લોકગાયિકા અલ્પાબેન પટેલ પર ડોલરનો વરસાદ થયો હતો.
નવરાત્રિના કાર્યક્રમમાં જ્યારે અલ્પાબેન પટેલ સ્ટેજ પર “ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો” ગીત ગાય છે ત્યારે તેમના પર ડોલરનો વરસાદ થયો હતો. અંદાજે 2000 થી પણ વધારે ડોલરનો વરસાદ થયો હતો. એટલે કે બે થી અઢી લાખ રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા.
આ રૂપિયા ખોડલધામની સેવાકીય પ્રવૃતિમાં વાપરવામાં આવશે તેમ આયોજકોએ કહ્યું હતું. મિત્રો તમને જણાવી દે કે સુરતના મોટા વરાછામાં આવેલા કેપિટલ ફાર્મમાં ખોડલધામ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નવે નવ દિવસ અલ્પાબેન પટેલ ગીત ગાશે.
અલ્પાબેન પટેલના ગીત પર મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ ગરબે રમવા આવશે. તમને જણાવી દઈએ કે ગઈકાલે અહીં પ્રિ-નવરાત્રીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે અલ્પાબેન પટેલ પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જ્યારે અલ્પાબેન પટેલ સ્ટેજ પર “ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો” ગીત ગાય છે ત્યારે તેમના પર ડોલરનો વરસાદ કરવામાં આવે છે. મિત્રો આ નવરાત્રીના આયોજકોએ જણાવ્યું કે તમામ રૂપિયા ખોડલધામના સેવાકીય કાર્યમાં વાપરવામાં આવશે.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે અલ્પાબેન પટેલ સ્ટેજ પર ગીત ગાય રહ્યા છે. ત્યારે તેમના ઉપર ડોલરનો વરસાદ કરવામાં આવે છે. અંદાજે 2000 જેટલા ડોલર ઉડાડવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment