હાલમાં જ ગણેશ ચતુર્થી નો પાવન પર્વ પૂર્ણ થયો છે પરંતુ ગણેશ ચતુર્થી ના આ માહોલ વચ્ચે અનેક સામાજિક સંસ્થાઓ તરફથી ભગવાન વિઘ્નહર્તા ગણપતિ મહારાજની મૂર્તિની સ્થાપના કરી અનેક સેવાકીય કાર્યો નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં પણ સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વારા ગણેશ ઉત્સવના દસ દિવસમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી આ પાવન પર્વની ઉજવણી કરી હતી જેમાં ગુજરાતી સિંગર અલ્પાબેન પટેલે લોક ડાયરામાં વિશિષ્ટ ઉપસ્થિતિ આપી લોક ડાયરાની રમઝટ જમાવી હતી જેની અનેક તસવીરો અલ્પાબેન પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી.
વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અલ્પાબેન પટેલે સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સંસ્કૃતિ ધામના રાજા ગણપતિ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ત્યારબાદ તમામ લોકોને સંગીતની મજા કરાવી હતી અલ્પાબેન પટેલ ના આ લોક ડાયરામાં ખૂબ જ મોટી સંખ્યામાં સુરતના લોકો હાજર રહ્યા હતા. ગણપતિ મહારાજના અનેક ભજનો ગીતો, ભજનો તથા વાતો આ ડાયરામાં સાંભળવા મળી હતી. આ વર્ષે સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રીરામની મૂર્તિની થીમ બનાવવામાં આવી હતી. આ ગણપતિના દર્શન કરવા માટે ખૂબ જ દૂર દૂરથી ભક્તો જોવા મળ્યા હતા.
આપને જણાવી દઈએ કે યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અનેક સામાજિક સેવાના કાર્યો સાથે જોડાયેલ છે. આ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અલ્પાબેન પટેલ નું પણ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા આ સામાજિક કાર્ય બદલ અલ્પાબેન પટેલે પણ તમામ ટ્રસ્ટ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ ડાયરામાં પૈસાનો પણ વરસાદ જોવા મળ્યો હતો. આ લોક ડાયરાની ઝલક અલ્પાબેન પટેલે સોશિયલ મીડિયામાં શેર કરતાં કેપ્શન માં લખ્યું હતું કે યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સંસ્કૃતિ ધામ ના રાજા ગણેશ ચતુર્થી ના પાવન પર્વ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન. ખુબ મજા આવી સુરતવાસીઓ ઘણું જીવો સુરતમાં વસતા લોકો પ્રત્યે અલ્પાબેન પટેલે પોતાનો પ્રેમ રજૂ કર્યો હતો.
આ વર્ષે અલ્પાબેન પટેલે સુરતમાં અલગ અલગ જગ્યાએ આયોજિત થયેલા લોક ડાયરામાં પણ હાજરી આપી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં આપ જોઈ શકો છો અલ્પાબેન પટેલ આજે સંગીત ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે જેમની પાછળ તેમના ચાહકોનો ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ રહેલો છે માત્ર એટલું જ નહીં પરંતુ તેમના અનેક ગીતો લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે.