ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ગુજરાતમાં તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા દિવસોથી સમક્ષ વિપક્ષ અને વિકલ્પ બનીને આગળ આવી રહે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી નિયમિત રૂપે ગુજરાતમાં આવીને ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીનું વિઝન સમજાવી ગેરંટી આપી રહ્યા છે.
ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે આમ આદમી પાર્ટી અલગ અલગ વર્ગ સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે. છેલ્લા ઘણા દિવસોમાં અરવિંદ કેજરીવાલજી દ્વારા 300 યુનિટ મફત વીજળી, મહિલાઓને હજાર રૂપિયા સન્માન રાશિ, બેરોજગારને રોજગારી અને જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી 3000 રૂપિયા નું ભથ્થું. આદિવાસી સમાજ માટે અલગ ગેરંટી અને વેપારીઓને પણ વેપાર માટે ગેરંટી આપવામાં આવી છે. ગોપાલ ઇટાલીયા વધુમાં જણાવ્યું કે હાલમાં શિક્ષણ વ્યવસ્થા સુધારવા મુદ્દે અરવિંદ કેજરીવાલજી દ્વારા ગેરંટી આપવામાં આવી છે.
ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે, જે રીતે અરવિંદ કેજરીવાલજી દ્વારા દરેક મુદ્દે ગેરંટી આપવામાં આવી રહી છે તે ગુજરાતના લોકો જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે અને ગંભીર રૂપે ધ્યાન લઈ રહ્યા છે. હવે ગુજરાતના લોકોને વિશ્વાસ બેસી ગયો છે કે અરવિંદ કેજરીવાલ જે બોલે છે તે કરી બતાવે છે. કેમકે દિલ્હીમાં પણ 200 યુનિટ વીજળી ફ્રી કરી બતાવી અને પંજાબમાં પણ 300 યુનિટ વીજળી કરી બતાવી એટલે ગુજરાતના લોકો સમજી ગયા છે કે અરવિંદ કેજરીવાલ જે બોલે છે તે કરી બતાવશે.
એવી જ રીતે અરવિંદ કેજરીવાલે હાલમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની જનતાને ગેરંટી આપી, કેમકે વર્ષોથી ગુજરાતમાં ભાજપ સરકાર શિક્ષણ ક્ષેત્રની જે કપરી પરિસ્થિતિ કરી નાખી છે તેનાથી જનતા ખૂબ જ દુઃખી છે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે ખાનગી શાળાઓમાં લાખો રૂપિયા ફીસ ભરીને ગુજરાતની જનતા આવે ખૂબ જ કંટાળી ગઈ છે. એક બાજુ દિવસે ને દિવસે આવક ઘટી રહી છે અને બીજી બાજુ બાળકોનો ભણવા માટેનો ખર્ચ લાખો રૂપિયા થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ ની અંદર જનતાને રાહત મળે તે માટે સરકારી શાળાઓનું મહત્વ વધી જાય છે.
ત્યારે અરવિંદ કેજરીવાલ જે ગુજરાતની જનતાને આંતરરાષ્ટ્રીય સ્તરનું ભણતર આપતા શાનદાર સરકારી શાળાઓ ખોલવાની ગેરંટી આપી છે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે આ શાળાઓમાં ગુજરાતમાં જન્મેલા તમામ બાળકોને મફત અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળશે. અરવિંદ કેજરીવાલજીની આ ગેરેન્ટીના કારણે ગુજરાતના વાલીઓમાં એક ખૂબ જ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે ગઈકાલે આખો દિવસ ઘણા બધા લોકોના અભિનંદન પાઠવવા માટે ફોન આવ્યા હતા, મેસેજ આવ્યા હતા. આ ઉપરાંત પાર્ટીના ઈમેલ પર મેલ પણ આવ્યા હતા. ગુજરાતના લોકો કહી રહ્યા છે કે, ગુજરાતમાં સારી સરકારી શાળાઓની ખૂબ જ જરૂર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment