આલે લે.. કાઈ ન મળ્યું તો અજાણ્યા શખ્શો લોખંડના દરવાજાને લઈને થઇ ગયા રફ્ફુંચક્કર- વિડીયો જોઇને હસવું નહિ રોકી શકો

75

તમે ઘણી ચોરીની ઘટનાઓ સાંભળી રહ્યા છે અને ઘણી ચોરીની ઘટના વિડિયો પણ જોયા હશે. પરંતુ આ ચોરીની ઘટના નો વિડીયો જોઈને તમે પણ હસી-હસીને ગોટો વળી જશે. મળતી માહિતી મુજબ આ ચોરીની ઘટના હરિયાણાના ફતેહાબાદના શાહિદ ઉધમસિંહ નગરની છે.

આ ચોરીની ઘટના જોઈને ઘણા લોકો તો હેરાન થઈ ગયા છે અને ઘણા લોકો તો હસવા લાગ્યા છે. અહીં બે ચોરોને ચોરી કરવા માટે કાંઈ નથી મળતું ત્યારે તે એક ઘરની બહાર લાગેલા લોખંડના દરવાજા ને ઉપાડીને લઇ ગયા હતાં.

અને ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે બાઈક પર આવેલા બે ચોરો કેવી રીતે લોખંડના દરવાજા ને ઉતારે છે.

અને પછી લોખંડના દરવાજા ની બાઈક પર પોતાની સાથે લઈ જાય છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના ઉધમસિંહ નગરમાં બપોરના સમયે બની હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઈક પર સવાર બે લોકો ઘરની સામે આવીને ઊભા રહે છે.

અને ત્યારબાદ બાઈક પરથી એક વ્યક્તિ નીચે ઉતરીને ઘર ની આગળ લાગેલા લોખંડના દરવાજા ને ઉતારી લે છે અને ત્યાર બાદ ભારે લોખંડના દરવાજા અને ઉચકીને બાઈક પર મૂકીને પોતાની સાથે લઈ જાય છે..

આ બે યુવકોનો ચોરીના આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વિડીયો જોઈને ઘણા લોકો હસી-હસીને ગોટો વળી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!