દિલ્હીમાં ફૂટઓવર બ્રીજની નીચે Air Indiaનું વિમાન ફસાયું…જુઓ વિડિયો

56

દેશની રાજધાની દિલ્હી નો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એર ઇન્ડિયાનું એક વિમાન ફુટઓવર બ્રિજની નીચે ફસાઈ ગયું છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના દિલ્હીથી ગુરુગ્રામ ને જોડનાર રસ્તા પર બની હતી.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે એક વિમાન ફુટઓવર બ્રિજની નીચે ફસાયું છે. મળતી માહિતી અનુસાર જ્યારે ફુટઓવર બ્રિજની નીચે વિમાન પસાર થઈ રહ્યું હતું.

ત્યારે વિમાન નો પાછળ નો ભાગ ફૂટ ઓવરબ્રીજ નીચે ફસાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ એર ઇન્ડિયાએ આ સમગ્ર ઘટનાને લઇને સ્પષ્ટતા કરી છે.

એર ઇન્ડિયાએ કહ્યું કે આ કોઈ પણ પ્રકારની દુર્ઘટના નથી. ખરેખરમાં એક ખરાબ વિમાનને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર ફૂટ ઓવરબ્રીજ નીચે ફસાઈ જતા રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિમાનનો આગળનો ભાગ સરળતાથી બહાર નીકળી ગયેલો છે પરંતુ પાછળનો ભાગ ફસાઈ ગયો છે. ડ્રાઇવર ના ખોટા આ નિર્ણયના કારણે વિમાન ફૂટ ઓવરબ્રીજ નીચે ફસાઈ ગયું હતું.

રોડ પર પસાર થયેલા લોકો આ ઘટના જોઈને ચોંકી ગયા હતા. અને ઘણા લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!