ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઘણા નાની ઉંમરના યુવાનોનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ઘણી ઘટનામાં ગરબા રમતી વખતે, નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે અથવા તો જિમમાં કસરત કરતી વખતે લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા હોય છે.
ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના અમદાવાદમાંથી સામે આવી રહે છે. અમદાવાદમાં 28 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ રવિ પંચાલ હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. રવિ અમદાવાદના વટાવ વિસ્તારમાં રહેતો હતો.
ગઈકાલે રવિ ગરબા રમતા રમતા અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો. પછી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને રવિને ઉપાડીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે રવિની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
ડોક્ટરના જણાવ્યા અનુસાર રવિ પંચાલનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ઘટના બનતા જ રવિના પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. ગરબા રમતી વખતે અચાનક જ હાર્ટ એટેક આવતા દીકરાનું મોત થતા નવરાત્રિની ખુશીઓમાં માતમ છવાઈ ગયો છે.
ગુજરાતમાં સતત વધતી હાર્ટ એટેકની ઘટનાના કારણે ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. સૌ કોઈ લોકોને એક સૂચના છે કે હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીમાં ફેલાઈ આવું મન મૂકીને ગરબા લેતા હોય છે. જો ગરબા લેતી વખતે કોઈ પણ ખેલૈયાને શરીરમાં કંઈ પણ તકલીફ થાય તો કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવ્યા વગર તરત જ ડોક્ટર પાસે પહોંચી જજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment