આજકાલ દિવસેને દિવસે જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. અમદાવાદના મણિનગરના ગોરના કુવા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ રો-હાઉસમાં એક મકાનમાં મહિલા પોલીસ કર્મીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર પતિ અને પુત્ર એક લગ્ન પ્રસંગમાં જામનગર ગયા હતા. તે દરમિયાન જ ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ત્રણ દિવસ સુધી મહિલાનો મૃતદેહ લટકતો રહ્યું હતું.
પરંતુ ખૂબ જ દુર્ગંધ આવવાના કારણે પાડોશીએ પોલીસને જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલા પોલીસ કર્મીનું નામ મનીષા વિજય સિંહ ચૌહાણ છે. તેમની ઉંમર 34 વર્ષની હતી.
ઘરમાંથી ખૂબ જ દુર્ગંધ આવવાના કારણે પાડોશીએ પોલીસને જાણ કરી હતી. જેના કારણે ખોખરા પોલીસ સ્ટેશન ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને મૃત્યુ પામેલી મહિલા પોલીસ કર્મીના મૃતદેહને નીચે ઉતાર્યું હતું અને ત્યારબાદ તેને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર મહિલા પોલીસ કર્મીના પતિ અને પુત્ર જામનગર એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારે પાછળથી મહિલા પોલીસ કર્મીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
આ ઘટના બનતા જ પોલીસબેડામાં ગમગીની છવાઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પોલીસ કર્મીએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તે કારણ જાણવાની પોલીસ કોશિશ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment