આજકાલ સોશિયલ મીડિયા પર આપાઘાતની ઘટનાઓ ના વિડીયો અને તસ્વીરો ખૂબ જ સામે આવી રહ્યા છે. લોકો નાની નાની વાતમાં આપઘાત કરી લે છે, આવી જ એક ઘટના રાજસ્થાનના પ્રતાપગઢ માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર યુવકે બુધવારે રાત્રે 10:00 કલાકે આપઘાત કરી લીધો હતો. આ પહેલા તેણે ફેસબુક અને વોટ્સએપ પર ફંદા નું સ્ટેટસ પણ મૂક્યું હતું,
સ્ટેટસમાં લખ્યું હતું “માફ કરશો આ છેલ્લી વિદાય બધા મિત્રોને, કસમ થી હું જેટલું રડી રહ્યો છું તેટલી જ એ પણ રડશે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવકના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા, તે ત્રણ દિવસ પહેલા તેની પત્નીને પિયર મૂકી ગયો હતો. આ સમગ્ર મામલો પ્રતાપગઢ જિલ્લાના સુહાગપુરા વિસ્તારનો છે. આપઘાત કરનાર ઈશ્વરલાલ મીણાનો પુત્ર વિજય કુમાર સુહાગપુરા વિસ્તારના પડલીયા ગામનો રહેવાસી હતો.
વિજય કુમાર ના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા, બુધવારે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ વિજયના માતા-પિતા અને નાનોભાઈ એક જ રૂમમાં જમતા હતા. એ જ વખતે વિજયના મિત્ર ઈશ્વરનો ફોન આવ્યો, તેણે વિજયના વોટ્સએપ પર પોસ્ટ કરેલા સ્ટેટસ વિશે જણાવ્યું. પિતા જમવાનું છોડીને વિજયના રૂમ તરફ દોડીયા અને અંદર જઈને જોયું તો વિજય રૂમમાં લટકતો હતો.
આ જોઈને પિતા ગળગળા થઈને નીચે પડી ગયા હતા, સુહાગપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિર્મલ કુમારે જણાવ્યું કે વિજય કુમાર ના લગ્ન કલ્યાણપુરા સેમાલિયા ગામની નિરદા સાથે થયા હતા. રવિવારે જ B.Ed પરીક્ષા ની તૈયારી કરવા માટે વિજય નિરદાને પિયર મૂકી ગયો હતો. વિજયના મૃત્યુ ના સમાચાર પહેલા તેના પિતાને મળ્યા અને આ પછી ઘરમાં હંગામો મચી ગયો હતો. ઘટના અંગે આસપાસના લોકો અને પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.
વિજય સરકારી હાયર સેકન્ડરી સ્કુલ નીમચ નાકા પ્રતાપગઢમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. પિતા ઈશ્વરલાલ તમામ ખર્ચ ઉઠાવતા હતા, તેની પત્ની નિરદા બી.એડ ની પરીક્ષા ની તૈયારી કરી રહી હતી. વિજય ના પિતા ઈશ્વરલાલ પોસ્ટ માસ્ટર છે, વિજયનો નાનો ભાઈ અભ્યાસ કરે છે. પિતાએ જણાવ્યું કે વિજય નો તેની પત્ની સાથે કોઈ વિવાદ નહોતો.
વિજયની દરેક માંગણી પણ પૂરી કરવામાં આવી હતી, પિતાએ કહ્યું કે વિજયને કોઈ પ્રકારની સમસ્યા નહોતી. પરંતુ અમને સમજાતું નથી કે તેને આવું પગલું કેમ ભર્યું, હેડ કોન્સ્ટેબલ નિર્મલ કુમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે વિજયના પિતાના રિપોર્ટ પર કેસ નોંધવામાં આવશે. સ્થિતિનું પરીક્ષણ કરવું અને દરેક પાસાને ધ્યાનમાં રાખીને તમામ પાસાઓની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. કયા કારણોસર વિજય આ પગલું ભર્યું તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment