પોલીસની આંખોમાં ધૂળ નાખીને એક યુવતી આશારામ બાપુ ને મળવા પહોંચી હોસ્પિટલમાં,પકડાઈ જતા કહ્યુ કે…

Published on: 10:33 am, Sun, 5 September 21

ઘણા આરોપોમાં છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ આસારામ બાપુને એક મહત્વની ખબર થોડાક સમય પહેલા સામે આવી હતી. આસારામ બાપુ જોધપુરના મથુરાદાસ માથુર હોસ્પિટલના સોનોગ્રાફી સેન્ટર માં સોનોગ્રાફી કરાવ્યા બાદ તેમને ccu માં સિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.

આશારામ બાપુ ને એન્જીઓગ્રાફી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે આંખોમાં ધૂળ નાખીને આસારામબાપુના આ મામલામાં આરોપી રહેલી યુવતી ccu સેન્ટરની બહાર સુધી પહોંચી ગઈ. જેની અધિકારીઓ અને સિપાઇઓને ખબર પણ ના પડી.

આ યુવતી ઉપર મીડિયાની નજર પડતા પહેલા તો યુવતી આનાકાની કરી પરંતુ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે આસારામ અમારા દાદાની ઉમરના છે. તે આ પ્રકારનું કોઈ કામ ન કરી શકે પરંતુ તેમના ઉપર કોઈને દયા નથી આવી રહી. તેમની ઉપર લાગેલા બધા જ આરોપો નિરાધાર છે. તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.

આસારામબાપુના સ્વાસ્થ્યને લઈને મળતી જાણકારી આપતા મથુરાદાસ માથુર હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર એમ કે આસેરી એ જણાવ્યું કે અત્યાર સુધી આસારામ બાપુની જે પણ તપાસ કરવામાં આવી છે તે નોર્મલ છે અને હવે સોનોગ્રાફી કરવામાં આવી છે.

સોનોગ્રાફી રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરની સલાહ લીધા પછી આગળનો નિર્ણય લેવામાં આવશે અને સારવાર માટે આશારામ બાપુ ની સંમતિ બાદ જ સારવાર આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે આ મામલો ફેબ્રુઆરી મહિનાની નજીકનો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પોલીસની આંખોમાં ધૂળ નાખીને એક યુવતી આશારામ બાપુ ને મળવા પહોંચી હોસ્પિટલમાં,પકડાઈ જતા કહ્યુ કે…"

Leave a comment

Your email address will not be published.


*