SSB જવાનના પ્રેમ પ્રકરણની પત્નીને ખબર પડતાં, પત્ની અને પ્રેમિકા જાહેરમાં આવી બથોબથ – જુઓ વિડિયો

105

ઉત્તર પ્રદેશ ના મહારાજગંજમાં શુક્રવાર ના રોજ એસએસબી જવાનની પત્ની અને આ જવાન ની પ્રેમિકા માથાકૂટ થઇ હતી. આ બનેં નો વીડિયો પણ સામે આવ્યો છે.હકીકતમાં પ્રેમિકા દિલ્હીથી મહારાજગંજ આવીને ત્યાં રહે છે. એસએસબી ના જવાન વિજય કુમારની પત્નીને આ વિશે જાણ થઈ હતી.

ત્યારબાદ જવાનની પત્ની પણ તેના પતિ અને તેના પરિવારને બચાવવાના પ્રયાસમાં પુત્રી સાથે મહારાજગંજ આવી હતી.હાલ માં જ આઇજીઆરએસ પર નોંધાયેલી ફરિયાદના સમાધાન માટે એસએસબી જવાન, તેની પત્ની અને પ્રેમિકાને મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા.

અહીં SSB જવાન વિજય કુમાર પહોંચી શક્યા ન હતા. જે પછી આ કેસમાં આગામી તારીખ આવી હતી. શુક્રવાર ના રોજ મહિલા પોલીસ કર્મચારીઓએ બંનેને પોલીસ સ્ટેશન પરિસરની બહાર મોકલ્યા હતા. થોડા સમય બાદ, બંને એઆરટીઓ ઓફિસ પાસે ટકરાયા હતા. બંનેએ એકબીજાને ઉપર હાથ ફેરો કર્યો હતો.

આ સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. વિજયની પુત્રી પોતાની માતાને રોકી રહી છે, પરંતુ તેમ છતાં તે યુવતી ઉપર હાથ ફેરો કરી રહી છે. લગભગ અડધા કલાક બાદ મામલો કોઈક રીતે શાંત થયો હતો. તે જ સમયે, કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને તેને વાયરલ કર્યો હતો.

એસએસબી જવાનને બેવફાઈની સજા આપવા માટે આ યુવતી લગભગ 10 દિવસ પહેલા દિલ્હીથી મહારાજગંજ પહોંચી હતી. મહારાજગંજમાં તૈનાત SSB ના જવાન વિજય કુમારનું પોસ્ટિંગ એક વર્ષ પહેલા દિલ્હીમાં થયું હતો.આ સમય દરમિયાન ફેસબુક દ્વારા તે આ યુવતીને મળ્યો હતો.

આ પછી, બંનેએ ફોન પર એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. બંનેએ સાથે રહેવાનું પણ શરૂ કર્યું હતું. યુવતીનાકહ્યા મુજબ,એસએસબી ના જવાન વિજયે લગ્નનું વચન પણ આપ્યું હતું, પરંતુ હવે તેણે લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો. તેણે ફોન પર વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!