ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં પતિ-પત્નીના સુસાઇડનો એક મામલો સામે આવી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં પત્નીના સુસાઇડ બાદ પતિએ સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ તથા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે રૂમની તપાસ કરી ત્યારે પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. આ ઘટના મધ્યપ્રદેશના ભોપાલમાંથી સામે આવી રહે છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ નરેશ હતું અને તેની પત્નીનું નામ રીટા હતું. સુસાઇડ નોટમાં રીટાએ લખ્યું હતું કે, તમામ પ્રયાસો થતા પણ નરેશ સુધારવા માટે તૈયાર નથી. ખર્ચ માટે પૈસા આપતા નથી.
તેઓ મારા પર પણ ધ્યાન આપતા નથી. ગેસ દાખલ કર્યો છતાં પણ તે સુધારવા માટે તૈયાર નથી. કોર્ટમાંથી કાઉન્સિલિંગ બાદ અમે બંને સાથે રહેવા માટે સહમત હતા. આ વખતે બધું સારું થઈ જશે એવી આશાએ હું ફરીથી એની સાથે રહેવા માટે તૈયાર થઈ હતી. પરંતુ આવું થયું નહીં. નરેશ હજુ પણ ત્રાસ આપે છે.
તેઓ મારા પર શંકા કરીને મારી ધુલાઈ કરે છે. હું થાકી ગઈ છું. હવે મારામાં સહનશક્તિ નથી હોતી. એટલે હું કાયમ માટે જવું છું. મારા મૃત્યુ પાછળ નરેશ જવાબદાર છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે એવું અનુમાન લગાવ્યું છે કે પત્નીના મોત બાદ પતિએ સુસાઇડ કરી લીધું હશે. સમગ્ર ઘટનાને લઈને જાણવા મળી રહ્યું છે કે, પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.
બુધવારના રોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ જાણવા મળ્યું કે પતિ પત્ની રૂમની અંદર હતા અને તેઓ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ આપતા ન હતા. ત્યારબાદ નરેશની માતાએ આ ઘટનાની જાણ તેના દીકરાને કરી હતી. એટલે દીકરો એક કલાક પછી ઘરે આવ્યો હતો. પછી ઘણી વખત રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ રૂમનો દરવાજો ખોલ્યો નહીં.
ત્યારબાદ પડોશીઓની મદદથી ગમે તેમ કરીને રૂમની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે રૂમમાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન રૂમની અંદરથી એક સુસાઇડ નોટ મળી હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટ ના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment