આજકાલ સ્પેશિયલ મીડિયા પર બ્રેઇનડેડ કિસ્સામાં ખૂબ જ સામે આવી રહ્યા છે. બ્રેઈનડેડ થવાને કારણે આજકાલ લોકો અંગદાન પણ કરી રહ્યા છે. હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે ભાવુક કિસ્સો બન્યો છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા 40 વર્ષના પ્રવીણભાઈ પરમાર 20 વર્ષથી અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલમાં વેલ્ડીંગનું કામ કરતા હતા.
5 સપ્ટેમ્બરે તેમને બ્રેઇન હેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. 48 કલાકની સઘન સારવારના અંતે હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બ્રેઈન્ડેડ જાહેર કરાતા પ્રવિણભાઈ ના ભાઈ મનોજભાઈ સહિતના સ્વજનો એ અંગદાન નો નિર્ણય કર્યો હતો.
વિધાતાના લેખ તો જુઓ જે હોસ્પિટલમાં તેઓએ ૨૦ વર્ષની નોકરી કરીને સેવા આપી તે જ હોસ્પિટલમાં અંગદાન થકી મળેલા અંગોને દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા. પ્રવીણભાઈ ના સત્કાર્યો ની સુવાસ આજીવન અને મરણોપરાંત પણ કિડની હોસ્પિટલમાં પ્રસરી ગઈ હતી.
મહત્વની વાત એ છે કે પ્રવીણભાઈ પરમાર ના ભાઈ મનોજભાઈ પરમાર પણ છેલ્લા 20 વર્ષથી અને તેમના ભાભી રશ્મિકાબેન મનોજભાઈ પરમાર પણ છેલ્લા 17 વર્ષથી સિવિલ મેડિસિટીની જ કીડની ઇન્સ્ટીટયૂટ માં સેવા આપી રહ્યા છે. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તબીબો એ જ્યારે પ્રવીણભાઈ બ્રેઈનડેડ જાહેર કર્યા ત્યારે આ તમામ લોકોએ એક જૂથ થઈને અંગદાનનો નિર્ણય કર્યો હતો.
બ્રેઈન્ડેડ પ્રવીણભાઈના અંગોને રીટ્રાઈવ કરવામાં આવ્યા, જેમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર જોશી જણાવે છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ 131 મુ અંગદાન વિશેષ બની રહ્યું છે.
કૃષ્ણ જન્મ પારણા ના દિવસે બ્રેઈનડેડ પ્રવીણભાઈ એ ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આજે સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં નોકરી કરતા વ્યક્તિ એ જાણી જાગૃતિના પરિણામે ગણતરીની મિનિટોમાં જ તેમના પરિવારજનો એ અંગદાનની સંમતિ આપીને ત્રણ જરૂરિયાતમંદ લોકોને નવજીવન આપ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment