હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારને આડે હાથ લીધી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે કોરોના મુખ્યમંત્રી તરીકે રૂપાણી અને તેમનું આખું મંત્રીમંડળ ફેલ થતા આ બધું બદલવામાં આવ્યું છે. જ્યારે અમારે તો પ્રમુખ અને વિપક્ષ નેતાએ જે રાજીનામા આપ્યા છે તે પણ હજી સુધી હાઇકમાન્ડ સ્વીકાર્યા નથી.
હાર્દિકે વધુમાં કહ્યું કે નવી સરકાર પાસે કોઈ અપેક્ષા નથી, નવી સરકારમાં ન તો ભણતર છે ન તો ગણતર છે. ઉતરાખંડ જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. એક મહિના પછી ભુપેન્દ્ર પટેલ કદાચ મુખ્યમંત્રી ન પણ હોય. કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય ને નવા પ્રભારી આપશે.આ પ્રભારી ગામડે ગામડે પહોંચી 2022 ના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઊતરશે. કોરોના મહામારી ના કારણે મારી પાર્ટીમાં કોઈ બદલાવ કર્યો નથી.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલની સૌરાષ્ટ્ર મુલાકાતમાં વધારો થયો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ વધુ હોવાથી તથા સૌરાષ્ટ્રમાં ભાજપમાં જૂથવાદ તેમજ કોંગ્રેસના પોતાના સારા દેખાવના કારણે અવારનવાર સૌરાષ્ટ્રની મુલાકાત લેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment