સોનુ ખરીદવાની સુવર્ણ તક..! રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, જલ્દીથી જાણો સોનાનો તાજો ભાવ…

જો મિત્રો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે કારણ કે આ ટ્રેડિંગ અઠવાડિયાની શરૂઆત સોનાની કિંમત નરમાઈ સાથે થઈ છે અને લાંબા સમય પછી આ સંજોગ બન્યો છે જ્યારે સોનાના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યો છે

જોકે આપને જણાવી દઈએ કે ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે સોનુ 95 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 64,370 પર પહોંચ્યું છે. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે મતલબ કે મંગળવારે સોનાનો ભાવ 55 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને

64,275 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ થયો હતો. બુધવારે ચાંદી 500 રૂપિયા સસ્તી થઈને 75 હજાર રૂપિયા પ્રતિ કિલો પર બંધ થાય તેને પહેલા મંગળવારના રોજ ચાંદી 200 રૂપિયા પ્રતિ કિલોએ મોંઘી થઈ હતી અને 75500 રૂપિયા એ બંધ થઈ હતી.

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*