પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થયા બાદ સી.આર.પાટીલે આપ્યુ મહત્વનું નિવેદન, કહ્યું કે…

168

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માં 8 બેઠક પર ભાજપની ભવ્ય જીત બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું મોટું નિવેદન સામે આવેલ છે. અમિત શાહના શિષ્ય ગણાતા પાટીલ માટે હવે પછીનો પડકાર 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી હશે ત્યારે આ વિજય માટે તેમને ગુજરાતની જનતાનો ખૂબ આભાર માન્યો હતો.પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે પોસ્ટ મૂકીને જણાવ્યું કે.

ભાજપના કાર્યકર્તાઓ નો વિશ્વાસ હતો કે આ વખતે અમે 8 બેઠકો જીતશે,ગુજરાતના મતદારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે વિશ્વાસ મૂક્યો કે તમામ મતદાર ભાઈઓ બહેનો હું આભાર માનું છું.આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, દરેક લોકો સુધી પહોંચ્યું અને લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા, લાભાર્થીઓને શોધી.

એમને મદદ પહોંચાડવી અને એમની સાથેનો સંબંધ જાળવી રાખવા કાર્યકર્તાએ ખૂબ મજબૂત માધ્યમથી કામ કર્યું છે અને જે પણ જીતનો ખૂબ મહત્વનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે, પાટીલની જયારે પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થઈ.

ત્યારે તેમને કહ્યું કે હું બિનઅનુભવી જરૂરથી હોઈશ પણ મારા પ્રયત્નો પ્રામાણિક હશે. જે જરૂરથી પરિણામો સુધી પહોંચશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!