મિત્રો આજના જમાનામાં ઘણી બધી જૂની પરંપરાઓ ધીમે ધીમે બદલાતી જાય છે. જૂની પરંપરા પ્રમાણે અર્થીને કાંધ દિકરો અથવા તો કોઈ પુરુષ આપે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તમે એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપે છે. ત્યારે હાલમાં બનેલો તેઓ જે ક કિસ્સો રંગીલા રાજકોટમાંથી સામે આવી રહ્યો છે.
રાજકોટમાં માતાના નિધન બાદ દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને દીકરાની ફરજ બજાવી સમાજમાં અનોખો ઉદાહરણ સ્થાપિત કર્યું છે. જ્યારે દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી ત્યારે ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા અને એક ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ મામલો રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર આવેલી સોમનાથ રીયલ હોમ સોસાયટીમાંથી સામે આવી રહી છે.
અહીં રહેતા દિવાળીબેન લાલજીભાઈ રૈયાણી નું દુઃખદ નિધન થયું હતું. દિવાળીબેનનું નિધન થયા બાદ તેમની ચારે દીકરીઓ સવિતાબેન ધીરુભાઈ પાદરીયા, મુક્તાબેન છગનભાઈ ડોબરીયા, ભાનુબેન હરેશભાઈ ખુટ અને રંજનબેન જીતેન્દ્રભાઈ લુણાગરિયએ પોતાની માતાશ્રીની અર્થીને કાંધ આપી હતી.
દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને દીકરાની ગરજને સારી છે. દીકરીઓએ જ્યારે માતાની અર્થીને કાંધ આપી ત્યારે અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને ભલભલા કઠણ કાળજાના લોકોના આંખોમાં પણ આંસુ આવી ગયા છે.
View this post on Instagram
હાલમાં આ વાતની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહે છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર patelsamaj.in નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને ભલભલા લોકો ભાવુક થઈ ગયા છે. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment