આપણે સૌ જાણીએ છીએ કે માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ! આજના દિવસે પિતાને દર્શાવવા ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે આપણે એક એવા જ પિતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે ખરેખર ફાધર્સ ડે ની ઉજવણી કરી. વાત જાણે એમ છે કે આજથી બે વર્ષ પહેલાં એક પરિવાર હસી ખુશી થી જીવન જીવી રહ્યો હતો.
એવામાં કોરોના જેવી પરિસ્થિતિ આવતાની સાથે જ પરિવારમાં એક 33 વર્ષીય માતા નું અવસાન થયું. ઓલપાડ તાલુકાના કીમ ગામે શુભમ સોસાયટીમાં રહેતા એવા દીપકભાઈ પ્રજાપતિ કે જેમને બે દીકરા અને તેમની પત્ની ઉર્વિશા બેન. કોરોના કાળ દરમ્યાન ઉર્વિશા બેનને કોરોના થવાથી તેમનું અવસાન થયું હતું.
એવામાં હસતું ખીલતું પરિવાર પર આભ તૂટી પડયું હતું અને બાળકો માં વિનાના થઈ ગયા. વિસ્તૃતમાં જણાવીશ તો દીપકભાઈ એ કહ્યું કે પત્ની ઉર્વિશ ના અવસાનને બે વર્ષ થવા આવ્યા પરંતુ આજે એવું જ લાગે છે કે વેકેશનમાં પિયર ગઈ છે અને ફરી પાછી આવશે અને મારા બંને દીકરાઓને માં ની કમી મહેસૂસ થવા દીધી નથી.
જ્યારે દીપકભાઈ આવી વાતો કરતા હતા ત્યારે તેમની આંખોમાં ભીનાશ સ્પષ્ટ દેખાઇ આવી અને કઠણ દિલના એ પિતા કે જેમણે બાળકોનો શું થશે એ જ વાત ધ્યાને લઇ નાસીપાસ થયા વિના તેમના બંને બાળકોની સાર-સંભાળ રાખી રહ્યા છે. સાથે વાત કરીએ તો દીપકભાઈ વાયરમેન તરીકે કામ કરે છે અને નોકરી કરીને જીવન જીવી રહ્યા છે.
એટલું જ નહીં પરંતુ એક માતાની જવાબદારી બધી જ આ પિતાએ ઉઠાવી શકે અને રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને પોતાના બંને દીકરાઓ માટે ટિફિન બનાવી શાળાએ મુકવા જાય છે. આજે આ એક પિતા તેમની દીકરી હીરના વાળનો સુંદર મજાનો ચોટલો પણ બાંધી આપે છે.
ત્યારે એ દૃશ્ય જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ જાય કેજે આજે માતા ની બધી જ ભૂમિકાઓ એક પિતા દીપકભાઇ ભજવી રહ્યા છે. ત્યારે ખરેખર તો ફાધર્સ ડે સાર્થક કરતા એવા દીપકભાઈ કે જે આજે તેમના બન્ને સંતાનો પ્રત્યે ના સમર્પણ ભાવ અને સંઘર્ષ નમન કરીએ. પોતાની પત્નીનો કોરોના કાળ દરમ્યાન અવસાન થયું.
ત્યારબાદ આ પરિવારમાં આભ તૂટી પડયું હતું અને બાળકોની સારસંભાળ રાખવાની, જમવાનું બનાવવાની એવી બધી જ જવાબદારીઓ એક પિતાએ ઉઠાવી લીધી હતી. અને દીપક ભાઈ નું કહેવું છે કે કુદરતે મને હિંમત આપી શકે અને આખરે હું ફરી બેઠો થયો અને બંને બાળકોને માતા અને પિતા બંનેનો પ્રેમ આપીને બધી જ જરૂરિયાતો પૂરી કરી રહ્યો છે અને ક્યારેય મારા બંને દીકરાઓને તેમની માતાની ખોટ વર્તવા દીધી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment