આપણે સૌ જાણીએ છીએ કે આજના જમાનામાં દીકરીઓ પણ દીકરાની જેમ જ મોખરે સ્થાન પર છે, ત્યારે વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે પહેલાંના સમયમાં જ્યારે દીકરીઓ જન્મતી ત્યારે તેને જન્મતાની સાથે જ દૂધપીતી કરી દેવામાં આવતી હતી અને દીકરીઓને કોઈ સમાનતા નો હક જ મળતો ન હતો. પરંતુ આજે તદ્દન બદલાઈ ગયું છે અને દીકરીઓ પણ દીકરાની જેમ જ ખભા મિલાવી દરેક ક્ષેત્રમાં આગળ છે.
ત્યારે આજે આપણે એક એવી જ દીકરી વિશે વાત કરીશું કે જેણે સાબિત કરી દીધું છે કે દીકરીઓ પણ દીકરાઓ થી કમ હોતી નથી. વાત કરવામાં આવે તો એ દીકરીની આર્થિક સ્થિતિ ભલે ખરાબ હતી પરંતુ તેનો દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ ના લીધે એક ઊંચી પદવી સુધી પહોંચી શકી અને તેણે તેનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું.
હાલના સમયમાં રાજકારણ કોઇ પણ ચૂંટણીમાં વિજય મેળવવા માટે પ્રજાજનો નું દિલ જીતવું પડે છે અને એક શ્રેષ્ઠ નેતા બનવા માટે શ્રીમંત કે કોઈ ભણતરની જરૂર હોતી નથી. એવામાં એક ઓડિશાના કટકની ઝૂપડપટ્ટીમાં રહેતી 21 વર્ષની યુવા જેનું નામ દમયંતી માસી છે. જે ડેપ્યુટી મેયર બનીને ગૌરવ ભર્યું કામ કર્યું છે. દમયંતી માઝી વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો ઝૂપરપટ્ટી માં રહે છે અને તેની માતા મજૂરી કામ કરે છે.
નવાઈની વાત તો એક કે તેમને પોતાના સંતાનોની સારામાં સારી પર પરવિશ કરી છે.આ દમયંતી માઝીને એ લોકો ત્રણ ભાઈ-બહેન જેમાંથી એ સૌથી મોટી છે. તેનો અભ્યાસ ગ્રેજ્યુએટ થયેલી છે અને વાત કરીએ તો પરિવારમાં આ પ્રથમ મહિલા હતી જેણે ગ્રેજયુએટ સુધી અભ્યાસ કર્યો છે અને એટલું જ નહીં પરંતુ તેણે renshaw યુનિવર્સિટીમાં M.COM પણ કરી રહી છે.
વિસ્તૃતમાં વાત કરીએ તો જ્યારે 2017માં તેના પિતાનું અવસાન થયું હતું પછી દમયંતીને કટક મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ આદિવાસી ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક થઇ હતી. જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જ પૂર્ણ થયેલી અર્બન બોર્ડની ચૂંટણીમાં પણ દમયંતી બિન હરીફ ચુંટાઇ હતી. ત્યારે તેણીએ bjd ની ટિકિટ પર વોર્ડ નંબર 49 માંથી ચૂંટણી પણ લડી છે.
ત્યારે ગૌરવભરી વાત તો એ કહેવાય કે શહેરના સૌથી યુવા કાઉન્સીલર તરીકે દમયંતી ચૂંટાયા હતા અને ડેપ્યુટી મેયર બનીને સમગ્ર ગામનો અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. જેનાથી સાબિત થઇ શકે છે કે આજના યુગમાં દીકરીઓ પણ દીકરાની જેમ જ મોખરાનું સ્થાન પર છે ત્યારે આ દમયંતી એ પોતે ઝુપડપટ્ટીમાં બાળકોને ટ્યુશન ભણાવીને પણ એ પરિવારને આર્થિક રીતે મદદ કરતી હતી અને અભ્યાસનો ખર્ચ પણ એ સાથે જ આવતી હતી. ત્યારે તેમના આત્મવિશ્વાસ અને પરિશ્રમથી તેમણે ડેપ્યુટી મેયર તરીકે હોદ્દો સંભાળ્યો અને ગૌરવ વધાર્યું.
એટલું જ નહીં જ્યારે પ્રથમ જે શહેરના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવાનો રહેશે ત્યારે તેણે નબળો ડ્રેનેજ, પાણી ભરાઇ જવાની સમસ્યાઓ, ટ્રાફિકજામ,પાણીનો અસંગત પુરવઠો અને સ્ટ્રીટ લાઈટ ની તમામ સેવા ન હોવાથી આ યુવતી પૂરી કરશે અને આ યુવાનો આ કાર્ય જોઈને સમાજની દરેક દીકરીઓએ પ્રેરણા લેવી જોઈએ અને આવી જ રીતે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત કરતા રહેવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment