ગુજરાતના મસિહા કહેવાતા ખજૂર ભાઈ ને તો તમે ઓળખતા જ હશો.આજે તેઓએ સૌ કોઇના દિલમાં પોતાનું અનોખુ સ્થાન બનાવી દીધું છે.ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પૂરું પાડી રહ્યા છે. એવામાં ફરી એકવાર એક નવો કિસ્સો સામે આવ્યો છે.
ગત વર્ષે આવેલા વાવાઝોડા દરમિયાન કેટલાય લોકો બેઘર બન્યા હતા ત્યારે આ તમામ લોકોને નવા ઘર બનાવીને તેમણે 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પણ પૂર્ણ કર્યો છે. એટલું જ નહીં પરંતુ ખજુરભાઈ કોરોનાકાળ દરમ્યાનથી સૌ કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા આવ્યા છે, ત્યારે ફરી એકવાર પિતા વગરના 5 બાળકોની મદદ કરવા માટે દોડી ગયા છે.
આ કિસ્સા વિશે વિસ્તૃતમાં જણાવીશ તો તળાજા થી ૨૫ કિ.મી.ના અંતરે આવેલા એ સાંકડાસર ગામમાં એક મહિલાની મદદ કરવા માટે ખજૂરભાઈ પહોંચ્યા હતા.એ મહિલાની તમામ પરિસ્થિતિ સાંભળીને ખજૂર ભાઈ પણ ભાવુક થયા હતા.એવામાં ખજૂર ભાઈએ મહિલાનું નવું ઘર બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું હતું.
એ મહિલાનું કહેવું હતું કે તેમના પતિના અવસાન બાદ ઘરમાં કોઈક કમાવનારું ન હતું. તેથી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી બની ગઈ હતી. ખજૂર ભાઈ આ મહિલાને નવું ઘર બનાવી આપવાનું કહ્યું ત્યારે મહિલા રડી પડી હતી. આ મહિલાને કુલ પાંચ બાળકો છે અને આ પાંચ બાળકો સાથે રહે છે.
મહિલાનું નામ મમતાબેન હતું કે તેમના પતિના અવસાન બાદ આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી બની ગઈ હતી.આ પાંચેય બાળકોના ભરણપોષણ કરવા ખૂબ જ મુશ્કેલ બની ગયા હતા તેવામાં ખજૂર ભાઈએ આવી મદદ કરીને માનવતા મહેકાવી હતી. ખજૂર ભાઈ આ ઉપરાંત મમતા બેનના ઘરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપી હતી.
ત્યારે મમતાબેન ખજુરભાઈની આવી સરાહનીય મદદના કારણે તેને આશીર્વાદ આપ્યા હતા. કહેવાય છે કે મદદ કરવાની ભાવના સૌ કોઇમાં હોતી નથી. આજે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ સૌ કોઈના મુખે ચર્ચાઈ રહ્યા છે. ખજુરભાઈને કેટલાય વૃદ્ધોના આશીર્વાદ પણ મળ્યા છે તો કેટલાય લોકોનો પ્રેમ! આ જ કારણ છે કે તેઓ હંમેશા લોકોની મદદ માટે તત્પર રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment