માં મોગલની કૃપા અપરંપાર છે. માટે જ માં મોગલના ચરણમાં દૂર દૂરથી ભક્તો તેમના આશીર્વાદ લેવા માટે આવે છે. માં મોગલના ચરણમાં આવતા દરેક ભક્તોના દુઃખ માતાજીએ દૂર કર્યા છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માં કહેવામાં આવે છે.માતાજીના પરચા વિશે આપણે ઘણીવાર સોશિયલ મીડિયા પર સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે આવા જ એક પરિવારને આપેલા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
તમે ઘણા એવા પરચાઓ સાંભળ્યા હશે જેમાં લગ્નના 30 વર્ષ બાદ પણ ની:સંતાન દંપત્તિના ઘરે માં મોગલના આશીર્વાદથી દીકરા કે દીકરીનો જન્મ થતો હોય છે.ત્યારે આજે આપણે આવા જ એક કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છીએ. વાત કરીએ તો ધનરાજભાઈ નામના વ્યક્તિના સાત વર્ષના દીકરાનું અચાનક જ મોત નીપજ્યું હતું.
દીકરાનું મોત થતા જ પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ.ત્યારબાદ ધનરાજભાઈ અને તેમની પત્નીએ બીજા દીકરા માટે માં મોગલની માનતા માની હતી. અને માં મોગલના આશીર્વાદથી ધનરાજભાઈના ઘરે એક નિશાનીવાળા દીકરાનો જન્મ થયો હતો. દીકરાનો જન્મ થતા જ પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયું
અને પોતાની માનતા પૂર્ણ કરવા માટે દીકરાને લઈને કબરાઉ ધામ પહોંચ્યું હતું.અહીં તેમણે માં મોગલના આશીર્વાદ લીધા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ પણ લીધા હતા. ત્યારે મણીધર બાપુએ આ દીકરાને ખોળામાં લઈને તેને આશીર્વાદ આપ્યા હતા.